શ્રવણ તીર્થ દર્શન યોજના : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
શ્રવણ તીર્થ દર્શન યોજનાની સહાય : ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર.
ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચ (નોન એ.સી.) નું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર.
૨૭ થી ૩૫ પેસેન્જર સુધીની મીની બસનું ભાડું મળશે તથા, ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે.
જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા હશે, તો પણ ઉપર દર્શાવ્યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર.
દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે ૧ (એક) દિવસના જમવાના ₹ ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના ₹ ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ ₹ ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પૂરા) અને વધુમાં વધુ ₹ ૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પૂરા)ની મર્યાદામાં મળવાપાત્ર.