અડીખમ ગુજરાત : i-create
ઇનોવેટીવ આઇડીયાને હકીકતમાં બદલવાની તક અને વાતાવરણ પુરૂ પાડતી સરકારશ્રીની સંસ્થા એટલે i-create. એક ઉદ્યોગ સાહસિકને i-createમાં લેબ, સાધનો, સુવિધા, મેન્ટર અને ફંડ મળી રહે છે, જેના થકી એક ઉદ્યોગ સાહસિક પોતાના આઇડીયા પર કામ કરી શકશે, એક મોડેલ કે પ્રોટોટાઇપ બનાવી શકશે અને તેને માર્કેટમાં મુકી શકશે. i-create સંસ્થા ગુજરાતની છે પરંતુ તે દેશને સમર્પિત છે.