પૂર્ણા યોજના
કિશોરીઓને પોષણ મળી રહે અને તેમના આરોગ્યની સ્થિતિ સુધરે તેના માટે સરકારશ્રી દ્વારા પૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ કિશોરીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે, પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે તેમજ કિશોરીઓને વર્તમાન જાહેર સેવાઓ વિશે માહિતી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કિશોરીનું નામ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલું હોવું જોઈએ.