જાણો શું છે મમતા તરુણી યોજના?
આજની તરૂણી આવતીકાલની માતા છે. અને જો આ તરૂણીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે તો આગામી પેઢીને પણ સ્વસ્થ રાખી શકાય. આમ તરૂણીના સ્વાસ્થ્ય માટે સરકારશ્રી દ્વારા મમતા તરૂણી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત તરૂણીનું વજન અને હિમોગ્લોબીન મોનીટર કરવામાં આવે છે.