અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન
મહત્વનું છે કે, આ હેલ્પલાઇનનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાની જરૂર નથી, આ સેવાનો લાભ કોઈ પણ ઉંમરની મહિલાઓ લઈ શકે છે. ભારતના કોઈ પણ સ્થળેથી આકસ્મિક પરિસ્થિતિમાં મહિલા આ હેલ્પલાઇન નંબરનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓને મદદ કરનારા પુરુષો પણ આ સેવાનો લાભ લઈ શકે છે.