શુદ્ધ સંવર્ધન દ્વારા કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોના ઉત્કર્ષ માટે "શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના" અમલમાં મુકવામાં આવી છે. આ પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા માટે અરજી કર્યા બાદ, જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, અને કૃત્રિમ બીજદાનનું પ્રમાણપત્ર વગેરે સાથે નજીકના સરકારી પશુચિકિત્સા અધિકારી અથવા જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ પશુપાલન નિયામકનો સંપર્ક કરવાનો રહે છે.