પશુ ઓળખ માટેનું ઈયર ટેગિંગ હવે વધુ ઝડપી અને સરળ બન્યું છે.
પશુઓની ઓળખ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, સારવાર અને સરકારી યોજનાઓનો લાભ સુનિશ્ચિત કરવા માટે ઈયર ટેગિંગ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા દરેક પશુની અલગ ઓળખ શક્ય બને છે, જેના કારણે પશુપાલકોને વ્યવસ્થાપન વધુ સરળ બને છે અને પશુઓના આરોગ્ય સંબંધિત રેકોર્ડ પણ યોગ્ય રીતે જાળવી શકાય છે.