કુદરતી આફતો સમયે પશુઓની કાળજી
કુદરતી આફતો સમયે પશુઓની કાળજી અને રક્ષણ માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા વખતે પશુઓને વાડા કે તબેલામાં ખીલે ન બાંધવાં. તેમને છૂટાં રાખવાં. ઝાડ કે જોખમી છાપરા નીચે ન બાંધવાં. જોખમી દીવાલ કે વીજળીના થાંભલે કે થાંભલા પાસે ન બાંધવાં. કાયમી પૂર કે અતિવૃષ્ટિથી અસર પામતા વિસ્તારમાં પશુઓને ઊંચાણવાળા સલામત સ્થળે ખસેડવાં અને તે સ્થળે જરૂરી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવી. સલામત સ્થળે ખસેડેલાં પશુઓને મૂળ સ્થાને લાવતાં પહેલાં સાપ કે અન્ય ઝેરી જીવજંતુઓ બાબતે કાળજી રાખવી.