૫૦ દુધાળા પશુઓ (ગીર/કાંકરેજ)ના ફાર્મ સ્થાપના માટે ગુજરાત સરકારની સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા ગીર અને કાંકરેજ જેવી દેશી ઓલાદના ૫૦ દુધાળા પશુઓના આધુનિક ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પશુપાલકોને ફાર્મ સ્થાપન, પશુ ખરીદી, આધુનિક સુવિધાઓના વિકાસ અને દુગ્ધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.