1000 બ્રોઈલર પક્ષી ફાર્મ યોજના | પશુપાલનથી આત્મનિર્ભર બનતા ગુજરાતના પશુપાલકો
ગુજરાત સરકારની 1000 બ્રોઈલર પક્ષી ફાર્મ સ્થાપના સહાય યોજનાથી અનેક પશુપાલકો આત્મનિર્ભર બની રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કાકડકુંડ ગામના હેમંતભાઈ રાઠવાએ આ યોજનાનો લાભ લઈ બ્રોઈલર પક્ષી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો. આજે તેઓ દર મહિને અંદાજિત ₹45,000 જેટલી આવક મેળવી આર્થિક રીતે સશક્ત બન્યા છે. તાપી જિલ્લાના ધામણદેવી ગામના બશીરભાઈ કોંકણીએ પણ શરૂઆતમાં 1000 બ્રોઈલર પક્ષી ફાર્મ સ્થાપ્યું હતું. સારો નફો મળતા તેમણે હવે 4500 પક્ષીઓની ક્ષમતાવાળું નવું ફાર્મ ઉભું કર્યું છે.